ઉમતા હાઇસ્કુલમાં રંગોત્સવની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગર તાલુકાના ઉમતા ગામે આવેલ વી.ડી.પટેલ શિક્ષણ સંકુલમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કે.જી.થી ધોરણ 12સુધી અભ્યાસ કરતા 250 બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નૃત્ય, નાટક, ડાન્સ, ગીત વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાના કૌશલ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી ઉત્તેજક મંડળ સંકુલ પરિવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...