તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દઢીયાળ ગામમાં ATMનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના દઢીયાળ ગામમાં તસ્કરોએ દુધ મંડળી જગ્યામાં આવેલ એટીએમનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જે બનાવ અંગે એટીએમ મેનેજરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના દઢીયાળ ગામમાં આવેલ દુધ મંડળીની જગ્યામાં એચ.ડી.એચ.સી.બેન્કનું એટીએમ આવેલ છે. એટીએમ રાત્રે બંધ રહેતું હોવાથી કોઇ ચોકીદાર રાખેલ નથી. દરમિયાન સાંજે દુધ મંડળીના કર્મચારી એટીએમના દરવાજાને લોક મારી ઘરે ગયા હતા. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ એટીએમના દરવાજાનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે તાળુ તુટેલ જોતાં અંગે એટીએમ મેનેજરને જાણ કરાતાં એટીએમ મેનેજર ક્રીચ્યન જેકબભાઇ ઝોનભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં તાળુ તુટેલું દેખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...