તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીમપુરા લાંચ કેસમાં તલાટી સહિત બેને એક વર્ષની સજા ફટકારાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાતાલુકાના ભીમપુરા ગ્રામ પંચાયત વર્ષ 2010માં તત્કાલિન તલાટી દ્વારા ઉતારા કાઢવા માગવામાં આવેલ લાંચનો કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તલાટી સહિત બેને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ મુજબ એક વર્ષની સજાનો તેમજ 500 રૂપિયાના દંડનો હૂકમ કર્યો છે.દંડ ભરે તો વધુ એક માસની સજા ભોગવવાની રહેશે.

સતલાસણા તાલુકાના ભીમપુરા ગામમાં રહેતા અશોકસિંહ મહિતાલસિહ ચૌહાણને જમીનના ઉતારાની જરૂર હોવાથી 4-05-2010ના રોજ તેઓ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિકાસકુમાર બેચરદાસ ચૌહાણ પાસે ગયા હતા જ્યાં ઉતારા કાઢવા માટે તલાટીએ 700 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે અંગે અશોકસિંહે મહેસાણા એસીબીનો સંપર્ક કરતાં એસીબીના છટકાતાં વિકાસકુમાર તથા તેમની સાથેના સુરેશજી રણછોડજી ઠાકોર લાંચ લેતા ઝડપાઇ આવ્યા હતા જે અંગે બંન્ને વિરુધ્ધ મહેસાણા લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ..અનુસંધાન8 પર

ભીમપુરા લાંચ કેસમાં

જેકેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.બી.ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી બીજા એડીશનલ સેશન જજ કે.એમ.દવેએ તલાટી વિકાસકુમાર બેચરદાસ ચૌહાણને ભષ્ટાચાર અધિનિયમની કલમ મુજબ એક વર્ષની સાદી કેદ અને 500 રૂપિયા દંડનો હૂકમ કર્યો છે. દંડ ભરે તો વધુ એક માસની સજાનો હૂકમ કર્યો છે. જ્યારે સુરેશજી રણછોડજી ઠાકોરને કલમ 12 મુજબ એક વર્ષની સાદી કેદનો હૂકમ કર્યો છે અને તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે.પપ્પા,હાથ વિના હું

પુત્રનેહિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરવાનું શીખવી રહેલા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, હું કે મારો પુત્ર હિંમત હાર્યા નથી.પુત્રએ ભલે બન્ને હાથ ગૂમાવ્યા,પગ તો છે ને ? તેને પગથી જરૂરી તમામ કામો કરતા શીખવીશ અને હવે પછી પુત્રને બન્ને હાથ પરત અપાવવા જીવનમંત્ર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...