તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર સાંકળચંદ યુનિ.ના ગેટ આગળ ST બસસ્ટોપ ફાળવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરશહેરના કમાણા ચાર રસ્તા પાસે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આગળ એસ.ટી. વિભાગ દ્વારા નવીન બસ સ્ટોપ ફાળવવામાં આવતાં વિદ્યાર્થીઅોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગેટ આગળ બસ સ્ટોપ હોવાથી વિદ્યાર્થીઓને ચાલતા કડા ત્રણ રસ્તા સુધી જવું પડતું હતું.

વિસનગર શહેરના કમાણા ચાર રસ્તા પાસે આવેલ સાંકળચંદ યુનિવર્સિટીમાં દસ કરતાં પણ વધુ કોલેજ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઅો અભ્યાસ કરે છે અને મોટાભાગના અપડાઉન કરે છે. દરમિયાન યુનિવર્સિટીના ગેટ આગળ કોઇ બસ સ્ટોપ હોવાથી વિદ્યાર્થીઓને ચાલતા કડા ત્રણ રસ્તા કે સવાલા દરવાજા આવવું પડતું હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જ્યાં યુનિ.ના પ્રેસીડન્ટ પ્રકાશભાઇ પટેલ દ્વારા દૂર દૂરથી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો સમય તેમજ આર્થિક ભારણ હળવું થાય તે માટે અંગે એસ.ટી. નિગમ તેમજ જિલ્લા એસ.ટી. વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વિભાગ દ્વારા ગેટ આગળ નવીન બસ સ્ટોપ ફાળવાતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો