તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર : છાત્રા પર દુષ્કર્મ કરનારો શિક્ષક સસ્પેન્ડ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરતાલુકાના કાંસા ગામની સગીર વિદ્યાર્થિનીને સારા માર્કસ આપવાની લાલચે કરાયેલા યૌન શૌષણ બાદ આરોપી શિક્ષકની મંગળવારે પોલીસે ધરપકડ કરી હતી. જેને પગલે બુધવારે શાળાના સંચાલક મંડળ દ્વારા ઠરાવ કરી શિક્ષકને સસ્પેન્ડ કરી જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઇ છે.

તાલુકાના કાંસા ગામમાં રહેતી સગીર વિદ્યાર્થિનીને એક વર્ષ અગાઉ ટ્યુશન દરમિયાન તેના ક્લાસ ટીચર રાજુભાઇ દ્વારકાભાઇ પટેલ દ્વારા સારા માર્કસ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ચકચારી ગુનામાં પોલીસે સગીરાની ફરિયાદને આધારે મંગળવારે હવશખોર શિક્ષકની ધરપકડ કરી હતી. દરમિયાન સ્કૂલ સંચાલક મંડળની મળેલી મીટીંગમાં સર્વાનુમતે ઠરાવ કરી શિક્ષકને સસ્પેન્ડ કરી તેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે. અંગે સંચાલક મંડળે જણાવ્યું કે, ભોગ બનનાર સગીરા હાલ અમારી સંસ્થામાં અભ્યાસ કરતી નથી. પરંતુ તેણે નોંધાવેલી ફરિયાદની ગંભીરતા તેમજ સમાજમાં દાખલો બેસે તે માટે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરાયો છે.

પીડિતાનેમળવા અગ્રણીઓ પહોંચ્યા

ભોગબનનારી પીડિત યુવતીની મંગળવારે સાંજે ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ તેમજ મહિલા સુરક્ષા સમિતિનાં સભ્ય વર્ષાબેન પટેલ સહિત અગ્રણીઓએ તેમજ બુધવારના રોજ જિલ્લા પોલીસ વડાએ પણ મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો