તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ટોળાનો હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂછપરછ માટે લવાયેલો યુવક પોલીસ સ્ટેશનમાં ઢળી પડતાં મામલો બીચક્યો, પોલીસે 45 સામે ગુનો નોંધ્યો

વિસનગરતાલુકા પોલીસ સ્ટેશનમાં મંગળવારે અરજી મુદ્દે બોલાવાયેલા લોકોની અટકાયત કરતાં ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. બનાવ અંગે શહેર પોલીસ મથકે 15 નામજોગ સહિત 45ના ટોળા સામે સરકારી કામમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે.

તાલુકાના ગોઠવા ગામના દેવીપૂજક આત્મારામ લલ્લુભાઇ સહિત પાંચ વિરુધ્ધમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હોવાથી બીટ જમાદારે તેમને પોલીસ મથકે બોલાવ્યા હતા. જેમને સીઆરપીસી 151 કલમ મુજબ અટકાયત કરવા જતાં તમો ખોટી રીતે પોલીસ સ્ટેશને બોલાવો છો તેમ કહી પોલીસ જોડે બોલાચાલી થઇ હતી અને પાંચ પૈકીના એક દેવીપૂજક બદરાભાઇ રામાભાઇ પોલીસ સ્ટેશનમાં ઢળી પડતાં તેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેના પગલે બહાર ઉભેલા ટોળાએ અમારા માણસને મારી નાંખ્યો છે તેમજ માર માર્યો હોવાનું જણાવી હોબાળો મચાવતાં પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાંખ્યું હતું. બનાવ અંગે બીટ જમાદાર હરિસિંહ પરબતસિંહે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે દેવીપૂજક બાબુ લલ્લુ, આત્મારામ કેવળ, મોહન ખોડા, દેવીપૂજક ભરતભાઇ છનાભાઇ સહિત 15 નામજોગ તેમજ અન્ય 30 માણસોના ટોળા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો