તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગર પાલિકામાં લાંબા સમયે કાયમી ચીફઓફિસરે ચાર્જ સંભાળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર પાલિકામાં લાંબા સમયે કાયમી ચીફઓફિસરે ચાર્જ સંભાળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરનગરપાલિકામાં જેટલા મહિના બાદ બુધવારે કાયમી ચીફ ઓફિસરે પાલિકાનો ચાર્જ સંભાળતાં પાલિકા પ્રમુખ સહિત નગરસેવકોએ ચીફ ઓફિસરનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, પાલિકાના સભ્યો તેમજ ધારાસભ્ય સાથેની મુલાકાતમાં કાયમી ચીફ ઓફિસરનો મુદ્દો ઉછળ્યો હતો.

મહિના અગાઉ ચીફ ઓફિસર પ્રકાશભાઇ રાયચંદાણીની બદલી થતાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે મહેસાણા પાલિકાના નવનીતભાઇ પટેલને મુકવામાં આવ્યા હતા. જ્યાં ચીફ ઓફિસર આવતા હોવાનું તેમજ વિકાસના કામોમાં તફલીફ થતી હોવાનું જણાવી પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળે તે માટે પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રતિક ઉપવાસ કરાયા હતા ત્યારબાદ ધારાસભ્ય સાથે પાલિકાના પ્રમુખ તેમજ પાલિકાના સભ્યોની મીટીંગમાં પણ કાયમી ચીફ ઓફિસરનો મુદ્દો ઉછળતાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ હતી. જ્યાં ધારાસભ્ય તેમજ પાલિકાના સત્તાધીશોની મહેનતને પગલે પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કલ્પેશભાઇ ભટ્ટની નિમણુંક કરાઇ હતી જ્યાં નિમણુંક કરાયાના વીસ દિવસ બાદ ચીફ ઓફિસરે પાલિકાનો ચાર્જ સંભાળતાં પાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સહિત નગરસેવકો તેમજ વિકાસમંચના પ્રમુખ ગોધરનભાઇ પટેલ દ્વારા ચીફ ઓફિસર કલ્પેશભાઇ ભટ્ટનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો