તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં પત્નીના હત્યારા પતિને જેલમાં મોકલાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરશહેરના મારવાડીવાસ નજીક મજુરી કામ બાબતે ઉશ્કેરાઇ ગયેલ પતિએ ધોકા વડે પત્નીને માર મારી હત્યા કરવાના કેસમાં આરોપી પતિને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેને સબજેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો.

શહેરના મારવાડીવાસ ખાતે રહેતા દેવીપૂજક રમેશભાઇ મધાભાઇને ગુરૂવારના રોજ રાત્રે તેમની પત્ની ગીતાબેન સાથે મજુરીના કામ બાબતે બોલાચાલી થઇ હતી જેમાં રમેશભાઇએ ઉશ્કેરાઇ જઇ ગીતાબેન ઉપર ધોકા વડે હૂમલો કરી માર માર્યો હતો જ્યાં ગંભીર રીતે ઘવાયેલ ગીતાબેનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પતિ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી જેને વિસનગરની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે આરોપીને સબજેલમાં મોકલી આપવાનો હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો