તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળદની ચોરી કરી કતલ કરવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના સવાલા ગામની સીમમાં ખેતરમાં બાંધેલ બે બળદોની ચોરી કરી ખરાબામાં કતલ કરી તેનું માંસ લઇ ફરાર થઇ જવાના બનાવમાં પોલીસે સવાલા ગામના એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ચકચારી બનાવમાં અગાઉ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

તાલુકાના સવાલા ગામની સીમમાં રહેતા ખેડૂત ઠાકોર પ્રતાપજી કરશનજીના ખેતરમાંથી ગત 8 જૂનના રોજ બે બળદોની ચોરી થતાં તેમને શોધખોળ હાથ ધરી હતી જ્યાં બળદોની ગામની સીમમાં ખામરા નામના ઓળખાતા પટ્ટાના ખરાબામાં કતલ કરી તેનું માંસ લઇ ગયેલ હાલતમાં જોવા મળતાં પ્રતાપજીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અગાઉ બનેલ બનાવના શકમંદોની પૂછપરછ દરમિયાન સવાલા ગામના ચૌહાણ મુબારક ઉર્ફે આઇઝખાન મુલસફખાનની કબુલાતને આધારે ગામના શાહરૂખખાન રહેબરઅલી બહેલીમની તેમજ અમદાવાદના મીરઝાપુર વિસ્તારમાં રહેતા શેખ મુનાજીર આલમ ઉર્ફે લેલા ઐનુદ્દીન અને કાદરી ગુલામઅહેમદ મહંમદહુસેનની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસે સોમવારે ગામના આઇઝખાન ઇનાયતખાન ખોખરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...