Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસટી ડેપો કહે, ગ્રીસ ખરાબ ડિવિઝને કહી દીધું, સારૂ છે !
મહેસાણાએસટી ડિવિઝનને તાજેતરમા ગ્રીસના ચાર બેરલ મળ્યા હતા જે ડેપોની જરૂરીયાત મુજબ વિતરણ કરી દીધા હતા પરંતુ જ્યારે મિકેનિક કર્મીઓ બેરલ ખોલીને વાપરવા જતા ગ્રીસ બેરીંગને ચોટતુ નથી. બાબત ડેપોની મિકેનિક શાખા તરફથી આવેલી રજૂઆતમા ડીવીઝને ગ્રીસ સારૂ છે, વાપરી નાખો કહીને સમગ્ર વાત પર પડદો પાડી દીધો છે.
ડિવિઝનની વર્કશોપ શાખાને ગત જૂન માસ દરમ્યાન ગ્રીસના કુલ ચાર બેરલ આપવામા આવ્યા હતા. જે ચાણસ્મા, કલોલ, ખેરાલુ, પાટણ, વિસનગર ડેપોને વિતરીત કરી દેવામા આવ્યુ હતુ. ડેપોના મિકેનિક કર્મીઓ જરૂરીયાતના ટાણે જ્યારે ઉપયોગ કરવા જતા ગ્રીસ લગાવવા કલાકો મથ્યા છતાં ગ્રીસ ચોંટતુ હતુ. અંગે ગ્રીસ ખરાબ આવ્યાનુ સમજી ખેરાલુ ડેપો સહિતનાએ ડીવીઝનને વાત કરતા ગ્રીસ સારૂ છે વાપરી નાખો કહીને વાત પૂર્ણ કરી હતી. આનાથી હવે જેતે ડેપોના અનુસંધાનપાના નં-8
મિકેનિકકર્મીઓ માંડ માંડ કરી ગ્રીસ ચોંટાડવા મથામણ કરી રહ્યા છે. હકીકતે નિગમની સેન્ટ્રલ કચેરીએ તાજેતરમા ગ્રીસ પૂરૂ પાડનાર કંપની બદલી છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવુ બન્યુ છે. કેમ કે ડેપોના મિકેનિક કર્મીઓએ જણાવ્યુ હતુ કે પ્રથમવાર આવુ ગ્રીસ આવ્યુ છે કે, જે પહેલા કરતા તદ્દન અલગ છે.
શુ થાય ખરાબ ગ્રીસ લગાવવાથી
હવે જ્યારે ખરાબ ગ્રીસ એસટીની બેરિંગને લગાવતા શુ બને તે બાબતે ડેપોના મિકેનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેરિંગ ઝડપથી ખરાબ થઇ જાય અનેે ગ્રીસ પણ વધુ વપરાય.
સારૂ અને ક્વોલીટી વાળુ છે
ડિવિઝનનામિકેનિક અધિકારી આર.કે શ્રીમાળીએ જણાવ્યુ હતુ કે, ગ્રીસ એકદમ સારી ક્વોલીટીનુ છે, માત્ર કંપની બદલાઇ છે એટલે અલગ લાગે છે. ગ્રીસ બાબતે કોઇ ખરાબી નથી.
ડિવિઝનના વિવિધ ડેપોએ ગ્રીસ ખરાબ કહ્યુ
1.ગ્રીસચોંટતુ નથી : અંગેખેરાલુ ડેપોના મિકેનિક હેડ એ.એચ ખોખરે જણાવ્યું હતું કે ગ્રીસ બેરિંગને લગાવતા બેરિંગ ગ્રીસથી અલગ રહે છે. ચોંટતુ નથી.
2.ગ્રીસહાથ સાથે પાછુ આવે છે: મહેસાણાડેપોના મિકેનિક હેડ મુકેશભાઈએ જણાવ્યું હતું કે બેરિંગને ચોંટાડવા જતા ગ્રીસ પાછુ આવે છે. તાંતણાની જેમ લાંબુ થાય છે. જેટલુ લગાવીએ તેટલુ બેરિંગને ચોટતુ નથી.