તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર યાર્ડ કેશલેસ બનાવવા વેપારીઓ અને બેંક વચ્ચે મિટિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાર્કેટયાર્ડમાં તમામ વ્યવહારો કેશલેસ સિસ્ટમમાં કરવામાં આવે તે માટે સોમવારના રોજ વેપારીઓ, માર્કેટયાર્ડના પ્રતિનિધિઓ તેમજ બેન્ક પ્રતિનિધિઓની મળેલ મીટીંગમાં નવી વ્યવસ્થા ઝડપભેર અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિસનગર માર્કેટયાર્ડ દ્વારા સોમવારના રોજ નોટબંધીના સંદર્ભે ખેડૂત અને વેપારી તથા વેપારી-વેપારી વચ્ચે કેશલેશ ટ્રાન્ઝેકશન થાય તે માટે ગંજબજાર વેપારી એસોસીએસન, માર્કેટ કમીટીના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ તેમજ કમીટીના હોદ્દેદારો, પ્રાંત અધિકારી વી.જી.રોર સહિત શહેરની વિવિધ બેન્કોના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં કેશલેશમાં આવતી નેટ બેન્કીંગ, આર.ટી.જી.એસ., ચેક, એન.ઇ.એ.ટી, મોબાઇલ બેન્કીંગ, આઇએમપીએસ તથા બીજી બેલેન્સ ટ્રાન્સફર ફેસેલીટી અને મોબાઇલ બેન્કીંગ વ્યવસ્થા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નવી વ્યવસ્થા ઝડપભેર અપનાવવા માટે જણાવવામાં આવ્યું હતું. મીટીંગમાં વેપારીઓ દ્વારા મુકવામાં આવેલ પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી સમયમાં શેષની આવક પણ પુલ કરી વેપારી પાસેથી સીધી માર્કેટયાર્ડના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગે માર્કેટયાર્ડના ચેરમેન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં શેષની આવક પણ એપીએમસીના ખાતામાં સીધી જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...