તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ.2000ની નોટથી પેટ્રોલ મળ્યું, બાકી બધે ચાલી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ બેન્કોમાંથી મોટાભાગે રૂ.2000ની નવી નોટ લોકોને મળતી હોઈ તે વટાવવાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો હતો. ખરીદી કરવા જઈએ ત્યારે વેપારીઓ પાસે પણ છુટ્ટાનો અભાવ મોટાભાગે હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસથી રૂ.500ની નવી નોટો કેટલાક અંશે બજારમાં આવવા ઉપરાંત પોતાની પાસે રહેલી રૂ.5થી લઈને 100ની નોટો પણ ના છૂટકે લોકોએ બહાર કાઢતાં બજારમાં છુટ્ટાનો પ્રશ્ન થોડો હળવો થયો છે. વેપારીઓ ધંધો કરવા માટે તત્પર છે અને તેમની પાસે હોય ત્યાં સુધી છુટ્ટા આપે છે. સોમવારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ શહેરમાં વિવિધ દુકાનોમાંથી રૂ.2000ની નોટથી ખરીદી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દુકાનદારોએ છુટ્ટા પૈસા આપ્યા હતા. પરંતુ છુટ્ટાના અભાવે બે પેટ્રોલ પંપ પર રૂ.2000ની નોટથી પેટ્રોલ મેળવી શકાયું નહોતું.

} ઉમિયા મેડિકલ સ્ટોર, હબટાઉન | રૂ.205નીદવાની ખરીદી સામે રૂ.2 હજારની નોટ ધરતાં દુકાનદારે કહ્યું, છુટ્ટા આપો ને!, નથી તો સારું ચલો આપી દઉં છું.

}અમિતકુમાર હેમરાજ એન્ડ સન્સ (કરિયાણાના વેપારી) માલ ગોડાઉન | રૂ.240નાકાજુની ખરીદી સામે રૂ.2000ની નોટ આપતાં છુટ્ટા આપ્યા.

}સહયોગ પાર્લર, મોઢેરા રોડ | રૂ.205નુંઘીનું પાઉચ માગી રૂ.2000ની નોટ ધરતાં કહ્યું, રૂ.10નું બંડલ છે અને બીજા રૂ.100ની નોટો આપું.

}પટેલ મગનભાઈ શિવરામભાઈ ગોળની દુકાન, માલગોડાઉન | રૂ.250નોગોળનો રવો ખરીદવાની વાત કરતાં રૂ.2000ના છૂટ્ટા આપવાની તૈયારી બતાવી.

}સાહેબ પાર્લર, એરોડ્રામ રોડ પર | રૂ.100નીખરીદી સામે રૂ.2000ની નોટના છૂટ્ટા આપ્યા. કહ્યું હોય ત્યાં સુધી ના નથી પાડતા.

}વિસનગર તેલ ઘાણી, બી.કે. રોડ પર | રૂ.140નુંકચેરીયું ખરીદવાની વાત કરી રૂ.2000ની નોટ ધરતાં છુટ્ટાની તૈયારી બતાવી.

}સહયોગ પાર્લર, સૂર્યા કોમ્પલેક્સ | 4થેલી દૂધ માગી રૂ.2000ની નોટની વાત કરતાં પહેલાં ખચકાયા પછી કહ્યું સારું કરી આપીએ.

}TOC પેટ્રોલ પંપ, મોઢેરા રોડ સ્વામિનારાયણ મંદિર સામે | રૂ.100નુંપેટ્રોલ પુરાવો કે 500નું! છુટ્ટા નથી ને!

}રાજકમલપેટ્રોલ પંપ, હાઈવે | રૂ.100નુંપેટ્રોલ પુરવાની વાત કરી રૂ.2000ની નોટ બતાવતાં, પોતાનાં ખિસ્સાં ફંફોસ્યાં, બીજા કર્મચારીઓને પૂછ્યું પણ છુટ્ટા હોવાનું જણાવ્યું.

}દેવીકૃપા પાર્લર, હાઈવે, એબી પટેલ કોમ્પલેક્સ | હાલછુટ્ટા નથી પડ્યા, બાકી તમે કંઈ ખરીદી કરો તોય આપું.

વેપારી પાસે છુટ્ટા હોય ત્યાં સુધી ગ્રાહકને પાછા નથી જવા દેતા

ભાસ્કર રિયાલિટી ચેક

ક્યાં શું થયુંω...?

અન્ય સમાચારો પણ છે...