તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં છરી વડે હૂમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરનાવડનગરી દરવાજા નજીક જાહેરમાં ગાળો બોલી રહેલ શખ્સને એક વ્યક્તિને ગાળો બોલવાની ના પાડતાં શખ્સે છરી વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફતેહ દરવાજા વિસ્તારમાં દિનેશભાઇ ચીમનલાલ પટેલ શનિવારે રાત્રે વડનગરી દરવાજા પાસે આવેલ સાતપીપળી પાસે તેમની બાંધેલ ગાયો અને ભેંસોને ચારપુળો કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન સાત પીપળી વિસ્તારમાં રહેતો ભોઇ કુલી રસિકલાલ ગાળો બોલતો હોવાથી દિનેશભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયેલ કુલી રસિકલાલે છરી વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. દિનેશભાઇઅે વિસનગર સિવીલમાં સારવાર લઇ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો