તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • સામાન્ય તકરારમાં ગાડીઓની તોડફોડ મુદ્દે સામસામી ફરિયાદ, એકની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય તકરારમાં ગાડીઓની તોડફોડ મુદ્દે સામસામી ફરિયાદ, એકની અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનાવિસનગર રોડ પર શનિવારે રાત્રે દસેક વાગ્યે સોમેશ્વર યુનિહોમ્સમાં ઠાકોર સેનાના હોદ્દેદાર સહિતે ગાડીઓની તોડફોડ કરતાં વિસ્તારમાં તંગદિલી પ્રસરી હતી.

સોમેશ્વર યુનિહોમ્સના ચૌધરી કાળુભાઈ કરશનભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે રાત્રે તેની સોસાયટી બહાર ગૌરવ ટાઉનશિપમાં રહેતા કાર્તિકસિંહ રમેશસિંહ ઝાલા સહિત બે ઠાકોર અંદરો-અંદર ઝગડતા હોઈ દુકાનદારોએ તેમને ટકોર કરતાં તેમણે ઉશ્કેરાઈ જઈ ક્ષત્રિય ઠાકોર સેનાના માણસો બોલાવી સોસાયટીમાં ઓચિતો હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. જેમાં 10 જેટલા ઠાકોર યુવાનો હાથમાં તલવાર અને ધારિયાં લઈને ઘૂસી ગયા હતા અને અપશબ્દો બોલી અમે ઠાકોર સેનાના માણસો છીએ બહાર નિકળો, તમને જાનથી મારી નાખીશું વગેરે કહીંને પાર્ક કરેલી 10થી વધુ ગાડીઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. બાબતે તેમણે કાર્તિકસિંહ રમેશસિંહ ઝાલા, કરણસિંહ રમેશસિંહ ઝાલા, ઠાકોર દિનેશજી હવેલી, ક્ષત્રિય ઠાકોર સેનાના ઠાકોર જગાજી ભવાનજી, ઠાકોર રોહિતજી જયંતીજી, ઠાકોર કિર્તીસિંહ હસનપુરવાળો તથા અન્ય ચાર ઠાકોરના છોકરાઓ વિરુદ્ધ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કાર્તિકસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાત્રે તેમના મિત્રના ભાઈ ઠાકોર મોન્ટુજીએ તેમને ફોન કરી અપશબ્દો બોલ્યા હતા અને હિના ટાઉનશિપ આગળ બોલાવ્યા હતા. હિના ટાઉનશિપ આગળ મોન્ટુજી આવતાં કાર્તિકસિંહ સોમેશ્વર બહાર વેલકમ પાર્લર પર જઈને ઊભા હતા. મોન્ટુજી આવતાં ઠપકો આપતા હતા ત્યારે વેલકમ પાર્લરવાળાએ અહીં બોલશો નહીં દૂર જાઓ કહીંને તકરાર શરૂ કરી હતી. તેણે ઉશ્કેરાઈ જઈ લાફા માર્યા હતા અને અન્ય માણસોને બોલાવ્યા હતા. દોડી આવેલા કરણસિંહ બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ઢીંચણ પર ઊંધું ધારિયું મારી બંનેને માર માર્યો હતો. બંને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાર્તિકસિંહે વેલકમ પાર્લરવાળા તેમજ અન્ય 10 ચૌધરી કોમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે. ઠાકોર સેનાના જગાજી ઠાકોરની અટક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો