તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવસો વિત્યા, હાલાકી નહીં !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાયા બાદ વિસનગર તાલુકાના દસ ગામોમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ થવા પામ્યો છે જેમાં તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત કાંસા એન. એ. ઉપર સૌની મીટ મંડાયેલી છે. બીજી તરફ પંચાયતોમાં ચૂંટણીઓ જીતવા રાજકીયપક્ષો મેદાને લાગી ગયા છે.

વિસનગર તાલુકાના 10 ગામોની સરપંચપદ અને સભ્યપદની ચૂંટણી તેમજ ઘાઘરેટ ગામના વોર્ડ નં. 4ની પેટાચૂંટણી સહિત ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ જવા પામ્યો છે.

દસ ગામો પૈકી વિસનગર શહેરને અડીને આવેલ અને તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત કાંસા એન.એ. ઉપર સૌની નજર રહેલી છે જેમાં સરપંચપદની સાથે સાથે 16 વોર્ડના સભ્યોની પણ ચૂંટણી યોજાનાર છે. જ્યારે ચૂંટણીને પગલે ગામોમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.

રાજમહેલ રોડ પર દેનાબેંકમાં મંગળવારે બપોરે દોઠ વાગ્યાના અરસામાં કેશસ્ટોક પુરો થતા લોકોને હાથમાં ટોકન આપીને આવતીકાલે આવવાનું કહેવાયુ હતું.રમેશભાઇ પંચાલે કહ્યું કે,સવારે 1030 વાગ્યાથી લાઇનમાં ઉભા હતા અને નંબર આવે તે પહેલા કેશ થઇ રહી,હવે કાલે મારે પાછુ આવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...