તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાન્ડુના કિશોરને મારપીટના કિસ્સામાં PSIને તપાસ સોંપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના ભાન્ડુ ગામે સોમવારે બપોરે મંદિર પાસે માનસિક બીમાર કિશોરને પોલીસે માર મારવાના કિસ્સામાં જિલ્લા પોલીસવડાએ વિસનગર તાલુકા પીએસઆઇને ઇન્કવાયરી સોંપી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. બનાવના પગલે પોલીસે મંગળવારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કિશોરનું નિવેદન લીધું હતું.

ભાન્ડુમાં રહેતા અજમલજી ઠાકોરના 14 વર્ષના માનસિક બીમાર પુત્ર પ્રદિપને સોમવારે બપોરે ઇન્દીરાનગરની બાજુમાં આવેલા નવા મંદિર પાસે વિસનગર તાલુકાની પોલીસે દોડાવી દોડાવીને માર માર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. મહેસાણા સિવિલમાં દાખલ કિશોરનું વિસનગર તાલુકા પોલીસે નિવેદન લીધું હતું. જ્યારે ચકચારી ઘટના સંબંધે મહેસાણા જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિકે જવાબદારો વિરુદ્ધ વિસનગર તાલુકા પીએસઆઇને ઇન્કવાયરી સોંપી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. માનસિક બીમાર કિશોરને માર મારવાની ઘટનામાં મોડી રાત સુધી ઠાકોર સમાજના આગેવાનોની દરમિયાનગીરીથી સમાધાનના પ્રયાસ કરાયા હતા. જેને પગલે પોલીસ સામે પરિવારે ફરિયાદ આપવાનું ટાળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...