યુગાન્ડાના વડાપ્રધાને વિસનગરની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવી ટેકનોલોજીમાં રસ

યુગાન્ડાનાવડાપ્રધાન રૂહાકાના રૂગુન્ડા તેમના ડેલીગેશન સાથે તેમના ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે વિસનગરની જીઆઇડીસી સ્થિત કંપનીનુ મુલાકાત લીધી હતી

વિસનગરની જીઆઇડીસીમાં આવેલ એવરેસ્ટ ઇસ્ટ્રુમેન્ટ પ્રા.લી. નામની કંપનીની શનિવારના રોજ યુગાન્ડાના વડાપ્રધાન રૂહાકાના રૂગુન્ડા તેમના અેગ્રેકલ્ચર મંત્રી તથા ડેલીગેશન સાથે મુલાકાત લીધી હતી જેમાં તેમને આવકારવા માટે ગ્રીન એમ્બેસીડર જીતુભાઇ પટેલ, ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ તથા વિસનગર જી.આઇ.ડી.સી. એસોસીએસનના પ્રમુખ મગનભાઇ પટેલ સહિત હોદ્દેદારોએ હાજર રહી બુકે આપી સન્માન કર્યું હતું.

પ્રસંગે કંપનીના પરિમલભાઇ પટેલ અને અજીતભાઇ પટેલે વડાપ્રધાન તથા તેમના ડેલીગેશનને ડેરી ઉદ્યોગ માટે દુધના પ્રોડકશન તેમજ દુધના કલેકશન સિસ્ટમથી ઇસ્ટ્રુમેન્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. જ્યારે વડાપ્રધાને તેમના દેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે નવી ટેક્નોલોજીમાં રસ હોવાનું જણાવી તેમના દેશમાં પણ ટેક્નલોજી માટે પ્લાનીંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...