તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર ST ડેપોમાં પોલીસ રાહ જોતા રહ્યા, કોંગ્રેસી આવ્યા નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | નોટબંધીમુદ્દે કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ એસ.ટી. રોકો તેમજ રેલરોકોના આંદોલનની વિસનગરમાં અસર જોવા મળી હતી જો કે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસે એસ.ટી. ડેપોમાં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ અેસ.ટી.રોકો અને રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી જેમાં વિસનગરમાં એસ.ટી. તેમજ રેલ ઉપર કોઇ અસર જોવા મળી હતી અને એસ.ટી.ના તમામ રૂટ રાબેતા મુજબ ચાલુ રહેવા પામ્યા હતા અને ડેપોમાં પણ મુસાફરોની અવર જવર રાબેતા મુજબ જોવા મળી રહી હતી. જ્યારે એસ.ટી.ડેપોમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંગે ડેપોના મેનેજર પી.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડેપોમાં દરરોજ ચાલતી 730 જેટલી ટ્રીપો રાબેતા મુજબ ચલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

વિસનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન માટે બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...