તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર યાર્ડમાં 5 દિ’માં 2887 ક્વીન્ટલ મગફળીની આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાર્કેટયાર્ડમાં પ્રથમવાર ટેકાના ભાવથી શરૂ કરાયેલ મગફળીની આવકમાં છેલ્લા પાંચ દિવસમાં 2887 ક્વીન્ટલ મગફળીની આવક થવા પામી છે. જ્યાં હજુ પણ મગફળીની આવકો વધશે તેવી માર્કેટકમીટીએ આશા સવી છે.

વિસનગર માર્કેટયાર્ડમાં ગત 18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં સારો પ્રતિસાદ સાંપડતાં સોમવારથી શુક્રવાર સુધીમાં ટેકાના ભાવે મગફળીની આવક 2880 ક્વીન્ટલની થવા પામી છે જે આવક હજુ પણ વધી શકે છે તેમ માર્કેટકમીટીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિસનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શકાય તે માટે બનાસ ડેરી દ્વારા વિસનગર માર્કેટયાર્ડમાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...