વિસનગરમાં વાવાઝોડાનો કહેર ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાંસોમવારે માંડી સાંજે એકાએક વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં વાવાઝોડના શહેર તેમજ રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જ્યાં મહેસાણા રોડ ઉપર બોલેરો ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થતાં ગાડીને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ વાવાઝોડાને કારણે કોઇ ભારે નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

વિસનગરમાં સોમવારના રોજ માંડી સાંજે એકાએક ભારે વાવાઝોડુ આવતાં શહેરની દુકાનોમાં લગાવેલ પતરા ઉડી ગયા હતા જ્યારે રોડ પરના ઘણાખરા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા ત્યારબાદ વાવાઝોડા સાથે વરસાદ પડતાં વીજળી પણ ડુલ થઇ જવા પામી હતી. જ્યાં શહેરના મહેસાણા જતા રોડ ઉપર સિધ્ધેશ્વરી માતાના મંદિર પાસે બોલેરો ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું જેને કારણે ગાડીને નુકસાન પહોંચ્યું હતું.

જો કે ગાડીમાં બેઠેલ લોકોને ઇજા થઇ છે કે નહી તેના સમાચાર પ્રાપ્ત થયા હતા. બીજી તરફ વાવાઝોડા કે વરસાદને કારણે ભારે નુકસાની થયાની કોઇ અહેવાલ મળ્યા નથી.

ગણેશપુરામાં વૃક્ષ પડતાં ભેંસનું મોત

વિસનગરતાલુકાના ગણેશપુર(રાલીસણા) ગામમાં રહેતા ઠાકોર જવાનજી મગનજીએ સોમવારે રાત્રે વૃક્ષ નીચે ઢાળીયામાં ભેસ બાંધી હતી. જ્યાં સોમવારના રોજ વાવાઝોડાને કારણે કણઝીનું ઝાડ ધરાશાયી થઇ ભેંસ ઉપર પડ્યં હતું જેના કારણે ભેંસનું મોત નીપજ્યું હતું જે ભેસનું વેટનરી તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું.