• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર |તાલુકાના રંગાકુઇ ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ સરપંચની જગ્યા માટે

વિસનગર |તાલુકાના રંગાકુઇ ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ સરપંચની જગ્યા માટે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |તાલુકાના રંગાકુઇ ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ સરપંચની જગ્યા માટે રવિવારના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં ગ્રામ પંચાયતના 1509 મતદારો પૈકી 1051 મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાન 69.64 ટકા નોંધાયું હતું. જ્યાં મંગળવાર સવારે શહેરના તાલુકા સેવાસદન ખાતે મત ગણતરી યોજાઇ હતી જેમાં અમરતભાઇ સેંધાભાઇ ચૌધરીને 690 મત મળ્યા હતા જ્યારે વિષ્ણુભાઇ હાથીભાઇ ચૌધરીને 348 મત મળતાં અમરતભાઇને વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે 13 મત નોટામાં પડ્યા હતા. વિજેતા ઉમેદવારને તેમના ટેકેદારોએ અબિલ ગુલાલની છોળોથી વધાવી લીધા હતા.

રંગાકુઇ ગ્રામપંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...