તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા-પાટણમાં ટ્યૂશનિયા શિક્ષકોને ત્યાં ITનો સપાટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, સહિત કેટલાંક શહેરોમાં ટ્યૂશન ક્લાસીસમાં શિક્ષણ આપતા અને પર્સનલ ટ્યૂશન કરતા શિક્ષકો પર સર્ચ અને સરવે હાથ ધર્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાંક મુખ્ય શહેરોમાં ટ્યૂશન આપીને તગડી કમાણી કરતા શિક્ષકોની તપાસ હાથ ધરતાં ટ્યૂશનિયા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. આઈ.ડી.એસ. સ્કીમ પૂરી થયા પછી અન્ય કરદાતાઓની જેમ ટ્યૂશનિયા શિક્ષકો પર તવાઈ આવશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ખાનગી ટ્યૂશન આપતા શિક્ષકો, પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા, વિસનગર, સહિત ઉત્તર ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈન્કમટેક્સ વિભાગે, ટ્યૂશન ક્લાસીસ અને ટ્યૂશન આપતા શિક્ષકો પર સર્ચ અને સરવે હાથ ધર્યો છે. પ્રકારે તગડી કમાણી કરતા શિક્ષકો અને પ્રોફેસરોના બેંક પાસબુકના વ્યવહારો, ફિક્સ ડિપોઝિટ, મિલકતની ખરીદી કરી હોય તો તે સહિતના વ્યવહારોની ચકાસણી કરાશે. કેટલા વિદ્યાર્થીઓને ટ્યૂશન આપવામાં આવે છે અને કેટલીક ફી વસૂલાય છે તે સહિતની વિગતો પણ આઈ. ટી. વિભાગ મેળવી રહ્યું છે.

માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કરીને ઈન્કમટેક્સની જવાબદારી નક્કી કરાશે. આવકવેરા વિભાગ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ ટ્યૂશનિયા શિક્ષકો અને ટ્યૂશન ક્લાસીસ પર ધોંસ વધારશે.

અન્ય સમાચારો પણ છે...