તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાલીસણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે પાઇપ ફટકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના રાલીસણા ગામમાં રહેતા વ્યક્તિ ઉપર અગાઉ થયેલ પંચાયતની ચૂંટણી બાબતે ઉશ્કેરાઇ ગયેલા ચાર શખ્સોએ પાઇપ વડે હૂમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડતાં બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

તાલુકાના રાલીસણા ગામમાં રહેતા પઠાણ જાહીજખાન સહેબાબખાન તેમના દિકરા સોહીલખાન સાથે ગામની મસ્જીદ આગળ ઉભા હતા તે દરમિયાન અહમદખાન અસરફખાન પઠાણ, સદ્દામખાન સમરતખાન પઠાણ, સરફરાજખાન શરીફખાન પઠાણ અને શરીફખાન વજીરખાન પઠાણે આવી આપણા ગ્રામ પંચાયતની વખતેની ચૂંટણીમાં 70 હજાર ખર્ચ થયો છે તે તારા કારણે થયો છે તે પૈસા તમો આપી દો જેથી જાહીજખાને તમો ચૂંટણી લડ્યા તેમાં મને કોઇ રસ નથી મે કોઇ ભાગ ભજવેલ નથી તેમ કહેતાં ઉશ્કેરાઇ ગયેલા ચારેયે પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આથી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જાહીજખાને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...