દિવસ માટે એમ્બ્યુલન્સ કાર્યરત કરાઇ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી મેળામાં 108 ઇમરજન્સીએ 176 પદયાત્રીઓને સારવાર આપી

અંબાજીપદયાત્રા દરમિયાન 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સોમાં ગોઝારીયાથી સતલાસણા તરફના માર્ગે દિવસમાં 176 જેટલા કોલ લઇ દર્દીઓની સારવાર કરી હતી જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા તેમજ ચાલતા જતા બિમાર પડી ગયેલ દર્દીઓનો સમાવેશ થાય છે.

ભાદરવી પૂનમમાં મા અંબાના દર્શને ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ માટે જી.વી.કે.-ઇ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત 108 ઇમરજન્સી સેવા દ્વારા ગોઝારીયાથી સતલાસણા તરફના માર્ગે ગોઝારીયા, વિસનગર, વડનગર, ખેરાલુ, ડભોડા તથા સતલાસણાના વિસ્તારોમાં 6 જેટલી એમ્બ્યુલન્સો મુકવામાં આવી હતી. એમ્બ્યુલન્સોમાં દિવસ દરમિયાન 176 જેટલા દર્દીઓની સારવાર માટે કોલ આવ્યા હતા જેમાં 100 જેટલી ઇમરજન્સી જેમાં જુદી જુદી મેડીકલ ઇમર્જન્સી જેવી કે શ્વાસોશ્વાસ, બેભાન થઇ જવું, ખેંચ આવી, ઉલ્ટીઓના દર્દીઓને તેમજ 55 જેટલી ઇમર્જન્સીમાં પડી જવું તથા રોડ અકસ્માતને લગતી અન્ય 12 જેટલા દર્દીઓને અન્ય ઇમર્જન્સીની સારવાર આપવામાં આવી હતી. 108 ઇમર્જન્સી દ્વારા 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી યાત્રીકોને સેવા આપવામાં આવી હતી.

અંગે 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીકયુટીવ મેહુલ ભાઇએ મોદીએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન 108માં આવેલ કોલમાં મુખ્યત્વે લાલદંડા સંઘના પદયાત્રીઓને ભમરા કડરવાનો બનાવ હતો જેમાં તમામ દર્દીઓને કોઠાસણા ગામ નજીક આઠથી દસ લોકોને કરડયા સતલાસણા લાવવામાં આવ્યા હતા જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...