વિસનગરનો વેપારી ગુમ થતાં શોધખોળ હાથ ધરાઇ

વિસનગર શહેરના ગોવિંદચકલા ભાટવાડામાં રહેતા અને કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઘરેથી મહેસાણા જવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
વિસનગરનો વેપારી ગુમ થતાં શોધખોળ હાથ ધરાઇ
વિસનગર શહેરના ગોવિંદચકલા ભાટવાડામાં રહેતા અને કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઘરેથી મહેસાણા જવા નીકળ્યા બાદ સાંજ સુધી પરત ન ફરતાં તેમની શોધખોળ બાદ પણ ભાળ ન મળતાં આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

ગોવિંદચકલા ભાટવાડામાં રહેતા ભરતભાઇ લક્ષ્મણભાઇ બારોટ કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભરતભાઇ બુધવારના રોજ સાંજે ચાર વાગ્યે મહેસાણા કામ હોવાનું કહી ઇટર્નો નં. જી.જે.02.એ.એફ.2310 લઇને નીકળ્યા હતા. જે માંડી સાંજ સુધી પરત ન ફરતાં તેમના પરિવારજનોએ મોબાઇલ ઉપર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. જ્યાં પરિવારજનોની ભારે શોધખોળ બાદ પણ ભરતભાઇની ભાળ ન મળતાં તેમના પત્ની તક્ષશીલાબેને પોલીસમાં જાણ કરતાં જાણવાજોગ નોંધ કરી ધરી છે.

X
વિસનગરનો વેપારી ગુમ થતાં શોધખોળ હાથ ધરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App