• Gujarati News
  • વિસનગરમાં પ્રેમલગ્ન મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 4 યુવાન પર હુમલો

વિસનગરમાં પ્રેમલગ્ન મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 4 યુવાન પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકા પંચાયત સામે આવેલ મોબાઇલ શોપ ઉપર બેઠેલ યુવકને પ્રેમલગ્ન મુદ્દે થયેલ બોલાચાલીમાં ઉશ્કેરાઇ ગયેલ પાલિકા પ્રમુખ સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જે બનાવમાં પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા પટેલ રાહુલકુમાર રમણલાલ તેમની તાલુકા પંચાયત સામે આવેલ મોબાઇલ શોપ ઉપર બેઠા હતા તે દરમિયાન ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા પટેલ ગૌતમકુમાર બાબુલાલ સહિત ચાર શખ્સોએ આવી અમારી દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ છે તેમ કહી ગાળો બોલી પાઇપ વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.