તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીના તલાટી વિરૂધ્ધ વધુ એક બોગસ લગ્ન નોંધણી કર્યાનો આરોપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થોડાકમાસ અગાઉ બોગસ લગ્ન નોંધણી કરવાના કેસમાં સસ્પેન્ડ થયેલા લીંબડીના તલાટીએ ઐઠોરની વધુ એક યુવતીના બોગસ લગ્ન નોંધણી કરતાં યુવતીના પિતાએ ખેરાલુ પોલીસ મથકે યુવક, યુવતી સહિત તલાટી અને લગ્ન કરાવનાર મહારાજ મળી ચાર જણાં વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે ખેરાલુ તાલુકાની લીંબડી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીબાબુએ 100થી વધુ યુવક-યુવતીના બોગસ લગ્ન નોંધણી કર્યા હોવાનું બહાર આવતાં તેમની વિરૂધ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને તેમને થોડાક માસ અગાઉ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

તેવામાં ઊંઝા તાલુકાના ઐઠોરમાં રહેતી એક યુવતીના વિસનગર તાલુકાના રાજગઢ ખાતે રહેતા એક યુવક સાથેના લગ્ન નોંધણી પ્રકરણમાં તલાટી ફરી ફસાયા છે.

ઐઠોરમાં રહેતા યુવતીના પિતાએ મામલે ખેરાલુ પોલીસ મથકે તલાટી સહિત યુવક અને યુવતી તેમજ લગ્ન કરાવનાર ગોર મહારાજ વગેરે ચાર જણાં વિરૂધ્ધ ખોટા સોંગદનામાં ઊભા કરી બોગસ કાગળોને આધારે ખોટી લગ્ન નોંધણી કરી હોવાની ફરિયાદ કરતાં ખેરાલુ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો