તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાંથી અસ્થિર મગજની મહિલાઓને પાલિતાણા મોકલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરમાંઅસ્થિર મગજના રખડતા લોકો માટે સેવાકાર્ય કરનાર જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિસનગર શહેરમાં રખડતી અસ્થિર મગજની ત્રણ મહિલાઓ અને અન્ય વિસ્તારની ત્રણ મહિલાઓની કાયમી સલામતી માટે પાલિતણા મંદબુધ્ધી જન આશ્રમ ખાતે મોકલી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં છેલ્લા બે વર્ષથી આવા અસ્થિર મગજના લોકોને પ્રતિદિન જમવાની તેમજ કપડાંની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિસનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી અસ્થિર મગજના લોકોની સેવા માટે જય જલારામ સેવા ટ્રસ્ટ કાર્યરત છે જેમાં ટ્રસ્ટ દ્વારા દરરોજ ફરતુ ભોજનાલય નામની અેમ્બ્યુલન્સ લઇ શહેરના રખડતા અસ્થિર મગજના લોકોને જમવાનું આપવામાં આવી રહ્યું છે અને સમયાંતરે તેમને કપડાં તેમજ આરોગ્યલક્ષી સારવાર પણ આપવામાં આવી રહી છે. જ્યાં ટ્રસ્ટને શહેરમાં ફરતી ત્રણ અસ્થિર મગજની મહિલાઓની સલામતી જોખમાતી હોવાનું લાગતાં ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓની કાયમી સલામતી માટે તેમને પાલિતણા મંદબુધ્ધી સેવા આશ્રમમાં મોકલી આપી હતી.

અંગે ટ્રસ્ટના ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે નવ વર્ષથી હિંમતનગરમાં અમારી સેવા ચાલી રહી છે અને વિસનગરમાં પણ અમો સેવા કાર્ય કરી રહ્યા છે.

સેવાકીય પ્રવૃત્તી માત્ર લોકોના દાનથી ચાલે છે અને ઘણીવાર તફલીફો પણ પડતી હોય છે પરંતુ અમોએ સેવાકાર્ય અવિરત ચાલુ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા વિસનગર શહેર ઉપરાંત ખેડબ્રહ્મા અને ભીલોડાની ત્રણ અસ્થિર મગજની મહિલાઓને પણ સલામતી માટે પાલિતણા મોકલાઇ છે જેમાં એક મહિલા અજાણ્યા શખ્સની હવસનો ભોગ બની સગર્ભા હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો