તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાલુમાં મેળાના ટ્રાફીકના કારણે અકસ્માતના 4 બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકામાંભાદરવીના મેળાનો ટ્રાફીક વધવાથી સોમવારે એક દિવસે અકસ્માતના ચાર બનાવો નોંધાયા હતા. જેમાં ટ્રેક્ટર પલટી ખાઇ જવાથી નીચે પટકાયેલા મછાવાના એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ અકસ્માતમાં 5 પદયાત્રીઓને ગંભીર ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા.

તાલુકાના મછાવામાં રહેતો નાગજીભાઇ દેસાઇ નામનો એક વિદ્યાર્થી સોમવારે વિસનગર આઇટીઆઇમાં ગયો હતો. ત્યારે ભાદરવી પૂનમના મેળાને કારણે બસ નહીં મળતાં તે જીજે 8 એઇ 4966 નંબરના ટ્રેક્ટરમાં બેસી મછાવા આવવા નિકળ્યો હતો. જોકે મછાવા પહોંચતાં ધરોઇ કેનાલ નજીક ટ્રેક્ટર ખાડામાં પલટી મારી જતાં કમનસીબ વિદ્યાર્થીનું નીચે પટકાવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આજ દિવસે વિજાપુર તાલુકાના ખણુંસાથી જીજે 2 ડીકે 2129 નંબરના બાઇક પર સવાર થઇ અંબાજીના પદયાત્રીઓની સેવાર્થે જઇ રહેલા નિકુલજી મંગાજી ઠાકોર અને તેમના મિત્ર મહેન્દ્રસિંહ કરણસિંહ મકવાણાને ખેરાલુ નજીક જીજે 1 5344 નંબરના એક મારૂતી ચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાઓ થવાથી બંનેને મહેસાણા રીફર કરાયા હતા. જ્યારે વડનગર તાલુકાના ડાબુમાં રહેતા સંજયજી પોપટજી ઠાકોરની સાથે અંબાજી પગપાળા જઇ રહેલા ઉણાદના તેમના માસા અમરતજી લાલાજી ઠાકોરને ડભોડા નજીક એક રીક્ષાની ટક્કર વાગવાથી ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા. જ્યારે માણસાથી પગપાળા નિકળેલા દાતણીયા કમલેશભાઇ ગાંડાલાલ અને તેમના મિત્ર મુકેશભાઇ અમરતભાઇ દંતાણીને ડભોડા નજીક જીજે 1 બીએક્સ 6646 નંબરના પીકઅપ ડાલાએ હડફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાથી બંનેને સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા. અામ ભાદરવી પૂનમના મેળાને કારણે એક દિવસે અકસ્માતોની વણજાર સર્જાતાં ખેરાલુ પોલીસે અકસ્માતના જુદા જુદા ચાર બનાવ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...