તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • કડા પાસે ગાડી પલટી ખાતાં ઘાયલ પત્નીનું મોત, પતિ અને પુત્રીને ઇજા

કડા પાસે ગાડી પલટી ખાતાં ઘાયલ પત્નીનું મોત, પતિ અને પુત્રીને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી દર્શન કરવા સતલાસણાના નવાવાસ આવી રહેલ દંપતીને કડા નજીક અકસ્માત નડતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પતિ અને ચાર વર્ષની દીકરીને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય ચાર માસની દીકરીને કોઇ ઇજાઓ પહોંચી ન હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખેરાલુના ચોટીયાના મહેન્દ્રભાઇ નાથાલાલ લિમ્બચિયા અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે. મહેન્દ્રભાઇ પત્ની માધુરીબેન, ચાર વર્ષની દિકરી ધ્વની અને ચાર માસની દિકરી હયાને લઇ સાસરી નવાવાસ ખાતે દર્શન કરવા અલ્ટો ગાડી (જી.જે.1.કે.એચ.4825) લઇ નીકળ્યા હતા. જ્યાં કડા-વિસનગર રોડ ઉપર ગાડીના ટાયર અને ટ્યુબ ફાટ્યા જેવો અવાજ આવતાં ગાડીમાં પતિ સાથે બેઠેલ માધુરીબેને બુમ પાડતાં મહેન્દ્રભાઇએ એકાએક ગભરાઇ જતાં ગાડી પરનો કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં તેમને, પત્ની માધુરીબેન અને દીકરી ધ્વનીને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ સારવાર દરમિયાન માધુરીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે હયાને કંઇપણ જાતની ઇજાઓ ન પહોંચતાં તેનો આબાદ બચાવ થવા પામ્યો છે. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ચાલક મહેન્દ્રભાઇ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...