• Gujarati News
  • ઉમતા ગામની યુવતી ગુમ થતાં શોધખોળ

ઉમતા ગામની યુવતી ગુમ થતાં શોધખોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના ઉમતા ગામની યુવતી ગુમ થયાની જાણ પોલીસને કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તાલુકાના ઉમતા ગામના પટેલ કનુભાઇ પરષોત્તમભાઇની દીકરી દેવાંશી ૨૬મી મેના રોજ ઘરેથી વિસનગર જાઉ છુ તેમ કહી નીકળી હતી. જે મોડી સાંજ સુધી પરત ન ફરતાં તેણીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સગાં-સંબંધીઓ તેમજ તેની બહેનપણીઓને ત્યાં શોધખોળ બાદ પણ દેવાંશીની ભાળ મળી ન હતી. જેથી કનુભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે તેમની પુત્રી ગુમ થવા અંગે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.