તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં માનસિંહભાઇને પૂણ્ય તિથિએ શ્રદ્ધાંજલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગરની અાદર્શ વિદ્યાલયમાં સંસ્થાના અાદ્યસ્થાપક અને દૂધસાગર ડેરીના પ્રણેતા સ્વ.માનસિંહ પટેલની પૂણ્યતિથિએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં સવારે 8 થી 11 કલાક સુધી નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી શાળાના વિદ્યાર્થીઅો માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 400 છાત્રોનું ચેકઅપ કરાયું હતું. શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઇ ચાૈધરી, દિયોદર તાલુકાના ધારાસભ્ય શિવુભાઇ ભુરીયા, અખિલ અાંજણા કેળવણી મંડળના પ્રમુખ રાજુ ચાૈધરી, ઉપપ્રમુખ કે.કે.ચાૈધરી, શિક્ષણ સમિતિના ચેરમેન સુરેશભાઇ ચાૈધરી સહિત અગ્રણીઅો તેમજ છાત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તવ્યો, પ્રાર્થના, શ્રધ્ધાંજલિ ગીત અને ભજન બાળકો દ્વારા રજૂ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...