તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં રહેણાંક ઘરમાંથી વિદેશી દારૂ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગર પોલીસે અાથમણા વાસમાં રહેણાંક મકાનમાંથી 36 બોટલ વિદેશી દારૂ અને 19 બોટલ બિયર જપ્ત કર્યો હતો. જોકે, અારોપી ફરાર થઇ થયો હતો. શહેર પોલીસને અાથમણા વાસમાં રહેતો ઠાકોર રમતુજી મણાજી વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી અાધારે ગુરૂવારે રાત્રે તેના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. રેડના પગલે રમતુજી ભાગી ગયો હતો. તેના ઘરની તલાશી દરમિયાન અોરડામાં થેલામાં મુકેલ 36 બોટલ વિદેશી દારૂ અને 19 બોટલ બિયર મળી અાવ્યો હતો. પોલીસે રૂ.5500નો મુદ્દામાલ કબજે લઇ ફરાર રમતુજી ઠાકરો સામે ગુનો નોંધ્ી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...