તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્ય હુમલા કેસ: નિર્દોષોને કંઇ પણ થશે તો ઉપવાસ કરીશું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરનાધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી પર પથ્થરમારાના બનાવને પગલે પાટીદાર મહિલા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે અસામાજિક તત્વો દ્વારા એમએલએ ઉપર પથ્થરમારો થયો તે ખરેખર નિંદનીય બાબત છે. પણ ધારાસભ્ય દ્વારા જે નામજોગ ફરિયાદ થઇ છે તે વખોડી કાઢવા જેવી છે. જેમાં નિર્દોષ પાટીદારોને કંઇ થશે તો વિસનગર પાટીદાર મહિલા સમિતિ મામલતદાર કચેરી સામે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

ધારાસભ્યની ગાડી પર હુમલા કેસમાં નિર્દોષ લોકોના નામ આવ્યા હોવાનું જણાવી મહિલા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...