તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • ખેરાલુના મલારપુરા ટ્રિપલ મર્ડર કેસનો આરોપી દોષિત : સજા અાજે સંભળાવાશે

ખેરાલુના મલારપુરા ટ્રિપલ મર્ડર કેસનો આરોપી દોષિત : સજા અાજે સંભળાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુનામલારપુરામાં ઠાકોર નાગજીજી બાબુજીએ ગત 15-04-2015ના રોજ રાત્રે કુહાડીથી માતા મંછીબેન બાબુજી, પિતા બાબુજી નાથુજી તેમજ દિકરી ધરતીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. પત્ની દક્ષાબેન સહિત ચારને ઇજા પહોંચાડી હતી.જે અંગે ખેરાલુ પોલીસે ગુનો નોંધ્યો હતો. વિસનગર સેશન્સ કોર્ટમાં કેસ ચાલતાં સરકારી વકીલ પી.કે.દવેની દલીલો ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી ઠાકોર નાગજીજી ને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યો છે જેની સજા ગુરૂવારના રોજ સંભળાવવામાં આવશે.

મામલો શું હતો ω?

આરોપીનાગજીજીને પત્ની દક્ષાબેન અને પિતા બાબુજી નાથુજી સાથે આડા સબંધ હોવાનો વહેમ હતો જેના પગલે માતા મંછીબેને તેને ઠપકો આપતાં આરોપીએ માંતનું તાંડવ ખેલી ત્રણને મોતને ઘાટ ઉતારી ચારને ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...