વિસનગર તાલુકાના ગામોમાં વધુ 7 મકાનોની દીવાલો ધરાશાયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના છેવાડે આવેલ ધામણવા ગામનું તળાવ ઓવર ફ્લો થયાની જાણ થતાં તંત્ર ધામણવા દોડી ગયું હતું જ્યાં તળાવમાં આવી રહેલ પાણી નીચાણવાળા વિસ્તારમાં છોડી દેવાતાં ખેતરોને થતું નુકસાન અટક્યું હતું.

વિસનગર પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે વિવિધ ગામોના તળાવો ભરાઇ ગયા છે ત્યારે તાલુકાના છેવાડે આવેલ ધામણવા ગામનું તળાવ ઓવર ફ્લો થતાં ખેતરોમાં મોટુ નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેથી ગ્રામ પંચાયતના તલાટીએ અંગે તાલુકા પંચાયતને જાણ કરતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના ધામણવા દોડી ગયા હતા જ્યાં ગ્રામજનોની મદદથી કોઇ નુકસાન થાય તે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડી દેવાયું હતું. અંગે તાલુકા વિકાસ અધિકારી વિજયભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ધામણવા ગામનું તળાવ ઓવર ફ્લો થયું હતું પરંતુ પાણી નીચાણવાળા વિસ્તારોમાં છોડી દેવાતાં ખેતરોને થતુ નુકસાન અટક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...