હસનપુરમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના હસનપુર ગામમાં શાળા છુટ્યા બાદ થયેલ બે બાળકોનો ઝઘડો પરિવાર સુધી પહોંચતાં મારામારી થઇ હતી. જેમાં 4 જણાને ઇજા થઇ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો શાંત પાડ્યો હતો. પોલીસે બંંને પક્ષના 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

હસનપુર ગામના ઠાકોર મદારજી કાળુજી તેમના દીકરા લાલાજી સાથે ઘરે હતા, તે દરમિયાન તેમના ઘરે આવેલા ઠાકોર જયંતિજી કચરાજી, ઠાકોર દિપાજી કચરાજી, ઠાકોર રૂપસંગજી કચરાજી અને ઠાકોર અણદાજી કચરાજીએ આવી તારા દીકરા ચેતનજીએ મારા દીકરાને નિશાળમાં માર્યો હતો તેમ કહી ઝઘડો કર્યો હતો અને લાલજીને કપાળમાં પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે મદારજીને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે ઠાકોર મદારજીએ 4 શખ્સો સામે ફરિયાદ આપી હતી.

જ્યારે સામે પક્ષે જયંતિજી કચરાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં તેમના દીકરાને ઠાકોર લાલાજીના દીકરાએ સ્કૂલે છુટ્યા બાદ માર માર્યો હોવાથી ઠપકો આપવા જતાં લાલાજી મદારજી ઠાકોર, મદારજી કાળુજી ઠાકોર, સોમીબેન મદારજી ઠાકોર અને નીતાબેન લાલાજી ઠાકોરે લાકડી વડે તેમને અને તેમના દીકરાને લાફો માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...