• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • ટ્રેક્ટર પરથી પટકાયેલા ડ્રાઇવરના માથે ટ્રોલીનું ટાયર ફરી વળતાં મોત

ટ્રેક્ટર પરથી પટકાયેલા ડ્રાઇવરના માથે ટ્રોલીનું ટાયર ફરી વળતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરના વાલમમાં રહેતો યુવક ટ્રેક્ટર લઇ જેતલવાસણાથી વાલમ આવી રહ્યો હતો. દરમિયાન ટ્રેક્ટર ખાડામાં પડતાં યુવક નીચે પટકાતાં ટ્રોલીના ટાયર નીચે અાવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે લઇ જવાતાં રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

તાલુકાના વાલમમાં રહેતા ઠાકોર ભરતજી ભુદરજી ટ્રેક્ટર (જી.જે.2.બી.એચ.7233) લઇ બે મજુરો સાથે જેતલવાસણા રેતી ખાલી કરવા ગયા હતા. જ્યાંથી રેતી ખાલી કરી પરત આવી રહ્યા હતા. દરમિયાન જેતલવાસણા નજીક ટ્રેકટર ખાડામાં પછડાતાં ભરતજી નીચે પડી ગયા હતા અને પાછળ ટ્રોલીના નીચે આવી જતાં ઇજાઓ પહોંચી હતી જેમને ટ્રોલીમાં બેઠેલ મજુરોએ સારવાર અર્થે ખસેડ્યા હતા. રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. અા બનાવ અંગે પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...