તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • કલેકટર, મામલતદાર અને પ્રાન્ત કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ જિ. પંચાયત હસ્તકના 18 તલાટી, 4

કલેકટર, મામલતદાર અને પ્રાન્ત કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ જિ. પંચાયત હસ્તકના 18 તલાટી, 4 નાયબ ચીટનીસની ફરજ અવધી પૂર્ણ થઇ રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લામાં કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત હસ્તક વિવિધ તાલુકામથકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી વર્ગ 3ના 40 કર્મચારીઓ એક સામટા જુન મહિનામાં વયમર્યાદાથી ફરજમાંથી નિવૃત્ત થશે અને જગ્યાઓ ખાલી પડશે.

જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતો, મામલતદાર અને પ્રાન્ત કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી 58 વર્ષની વય થતા જુનમાં 40 કર્મચારીઓની ફરજનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. આગામી તા. 30 જુન સુધીમાં કલેકટર કચેરી હસ્તકના 6 તેમજ જિલ્લા પંચાયત હસ્તકના 35 કર્મચારી વયમર્યાદાથી નિવૃત્ત થશે.જેમાં જિલ્લા કલેકટર કચેરીની જમીન શાખા, આરટીઅોમાં વસુલાત અધિકારી તેમજ વિસનગર અને સતલાસણા મામલતદાર કચેરી તેમજ ખેરાલુ અને મહેસાણા પ્રાન્ત કચેરીમાંથી એક, એક નાયબ મામલતદારની વય 58 વર્ષ થતા જુનમાં નિવૃત થશે. જ્યારે જિલ્લા પંચાયતામાં એક નાયબ ચીટનીસ, બે ડ્રાઇવર સહિત તાલુકા કચેરીઓમાં ફરજ બજાવતા 18 તલાટી , 5 સર્કલઓફીસર, 3 સીનીયર અને 1 જુનીયર ક્લાર્કની જુનમાં ફરજની વયમર્યાદા પૂર્ણ થતી હોવાનું મહેકમ શાખાના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...