તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરના દિપરા દરવાજા નજીક આવેલ છાપરાંમાં વરઘડી ઉપર કપડાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગરના દિપરા દરવાજા નજીક આવેલ છાપરાંમાં વરઘડી ઉપર કપડાં સુકવી રહેલ મહિલાને વીજ કરંટ લાગતાં તેને છોડાવવા ગયેલ બેને પણ વીજકરંટ લાગ્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે નિવેદનને આધારે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના દિપરા દરવાજા ઢાળ વિસ્તારમાં છાપરાંમાં રહેતા દેવીપૂજક શારદાબેન અમરતભાઇ બુધવારના રોજ ઘરની બહાર લોખંડના વાયરની વરઘળી ઉપર કપડાં સુકવવા આવ્યા હતા. દરમિયાન બાજુમાંથી ઇલેક્ટ્રીક થાંભલાની લાઇન જતી હોવાથી તેનો વાયર તુટેલ હોય શારદાબેન વરઘળીને અડતાં તેમને એકાએક વીજકરંટ લાગ્યો હતો જેમણે બુમાબુમ કરી મુકતાં દેવીપૂજક હરખીબેન બાબુભાઇ તેમને છોડવવા જતાં તેમને પણ કરંટ લાગ્યો હતો જ્યાં દોડી આવેલ શારદાબેનના દિકરો રવિ છોડાવવા જતાં તેને પણ વીજ કરંટ લાગ્યો હતો ત્યારબાદ ત્રણેય નીચે પડી ગયા હતા.

આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા એકઠા થયા હતા અને 108 ઇમરજન્સીમાં ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની સિવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર કરાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. જેમાં શારદાબેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે રવિભાઇના નિવેદનને આધારે જાણવાજોગ નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...