તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર તા.પં.ના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત 5 કોંગ્રેસી બળવાખોર સભ્યો ભાજપમાં જોડાયા

વિસનગર તા.પં.ના પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 5 કોંગ્રેસી બળવાખોર સભ્યો ભાજપમાં જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં યોજાયેલી વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં મેન્ડેટના વિરોધ કરી બળવો કરી ઉમેદવારી નોંધાવનારા 6 કોંગ્રેસી સભ્યો પૈકી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાંચ સભ્યોએ મંગળવારે પ્રદેશ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ખેંસ ધારણ કરી લીધો છે. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે આપેલા મેન્ડેટનો વિરોધ કરી પ્રમુખપદ અને ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી કરનારાં પૂર્વ પ્રમુખ મધુબેન અમૃતભાઇ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ પ્રધાનજી તખાજી ઠાકોર, સભ્યો રામજીભાઇ હલુભાઇ રબારી, અનુમીયાં બિસમિલ્લાખાન પઠાણ તેમજ કુવાસણા સીટનાં મહિલા સદસ્યા વૈશાલીબેન વતી તેમના પતિ અલ્પેશભાઇ પટેલે હાજર રહી મંગળવારે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કરી લીધો હતો. કોંગ્રેસ દ્વારા બળવો કરનારા 6 સભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જૂના કાર્યકરોની અવગણના થતી હતી
પાર્ટીમાં એકહથ્થુ વહીવટ, જૂના કાર્યકરોની અવગણના સહિતના મુદ્દે નારાજ હોવાથી અમે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છીએ : પ્રધાનજી ઠાકોર, પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...