તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • કોંગ્રેસ પર પ્રહાર કર્યા : ઇબીસી પર કેમ બેસી ગયાના જવાબ માગ્યા

કોંગ્રેસ પર પ્રહાર કર્યા : ઇબીસી પર કેમ બેસી ગયાના જવાબ માગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંદોલનકર્તાઓનિજી સ્વાર્થ માટે કોંગ્રેસની કઠપુતળી બની ભાજપને માત્ર ગાળો ભાડવાનું કામ કરે છે. ત્યારે મારે તેમને પૂછવું છે કે, કોંગ્રેસે 50 વર્ષના શાસનમાં શું કર્યુ ? વોટ બેંકની રાજનીતિ રમતી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધોબીપછાડ આપી 150થી વધુ બેઠકો લાવશે તેવું પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જ્યારે વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા ઉપર યુવા મોરચા દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ માર્કેટયાર્ડમાં કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી હતી.

મહેસાણા સર્કીટ હાઉસ પહોંચી પત્રકારો સમક્ષ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું કે,ધર્મ સંપ્રદાયના ઝઘડા, પ્રપંચ કરતી કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે પ્રજા વચ્ચે પહોચી વોટબેંકની રાજનીતિ ખેલે છે ત્યારે તમામ વખતે ભાજપે તેને ધોબીપછાડ આપ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમયે 20 ટકા અનામત આપવાનું કહી ઇબીસી પર અટકી જનાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને આગેવાનોને મારે પુંછવુ છે કે, અનામતની જગ્યાએ બીજી જે વાત કરી રહ્યા છો તેની સ્પષ્ટતા કરો જ્ઞાતિઓને લલચાવવાની વાત ના કરશો.નોંધનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને 182 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઇ છે ત્યારે ગુરૂવારે તેમને વિજાપુરમા સમીક્ષા બેઠક યોજી 14મી વિધાનસભા બેઠક પૂર્ણ કરી હતી.

જ્યારે વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા પાસે તેમનું ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ સહિત ભાજપ સંગઠનના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવા મોરચા દ્વારા બાઇક રેલી કાઢ઼વામાં આવી હતી ત્યારબાદ માર્કેટયાર્ડમાં શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી જેમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા માટે કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી.

વિસનગરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. જ્યારે મહેસાણામાં જીતુ વાઘાણીએ બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...