તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરોઇનું સમારકામ પૂરું,આજથી પાણી મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરશહેરમાં ગુરુવારના રોજ પાણી પુરવઠો બંધ રહેતાં નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધરોઇ યોજનાથી આવતી પાણીની લાઇન લીકેજ થયું હોવાથી પાણી પુરવઠો બંધ કરાયો હતો. દરમિયાન, સાંજે સમારકામ કરી પાણી પુરવઠો શરૂ કરાયો હોઇ શુક્રવારથી શહેરમાં રાબેતા મુજબ પાણી મળતું થઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધરોઇ યોજનાની પાઇપ લાઇનમાં લીકેજ સર્જાતાં પાણી પુરવઠો બંધ રખાતાં ગુરુવારે વિસનગર શહેરમાં પાણી આવતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના વોટરવર્કસ કમિટીના ચેરમેન ગોવિંદભાઇ ગાંધીએ જણાવ્યું કે ધરોઇમાંથી પાણી પુરવઠો આવતાં શહેરમાં પાણી બંધ કરાયું હતું.જ્યારે ધરોઇ યોજનાના સૂત્રોએ ગુરુવાર સાંજે સમારકામ કરી પાણી પુરવઠો શરૂ કરાયો હોવાનું જણાવ્યું હતું.

કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરો

શહેરનોમોટાભાગનો વિસ્તાર હાલમાં ધરોઇ યોજનાના પાણી પર નિર્ભર છે.ધરોઇમાં સમારકામ આવે ત્યારે પાણી બંધ રહે છે. પરંતુ જો સમારકામ 4-5 દિવસ ચાલે તો શહેરીજનોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાય તે માટે શહેરમાં કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી માંગ છે.

પાઇપલાઇનમાં લીકેજ થતાં શહેરીજનોને પાણી નહીં મળતાં પરેશાની

અન્ય સમાચારો પણ છે...