• Gujarati News
  • એસ ટી બસમા વિસનગરની પરિણીતાના ગળામાંથી દોરો ખેંચતી બે મહિલાઓ ઝડપાઇ

એસ ટી બસમા વિસનગરની પરિણીતાના ગળામાંથી દોરો ખેંચતી બે મહિલાઓ ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યાનાપાટનગરના એસ.ટી ડેપોમાં ચેન સ્નેચિંગ કરતી મહિલા ટોળકી ભારે આતંક મચાવી રહી છે. મુસાફરોના ગળામાંથી સોનાના દોરા અને ખિસ્સામાંથી પાકીટ ખેંચાવાના બનાવો વારંવાર બની રહ્યાં છે. આજે વધુ એક વિસનગરની મહિલા મુસાફરની સોનાની માળા ખેચતી 2 મહિલાને ડેપોના સ્ટાફે ઝડપી પાડી પોલીસના હવાલે કરી હતી.

એસ.ટી ડેપોમાં બની રહેલા અનિચ્છનિય બનાવો ઉપર નિયંત્રણ લાવવા માટે અને મુસાફરોની સલામતી જોખમાય તે માટે ડેપોમાં પોલીસ ચોકી બનાવવા માટે વર્ષોથી માગણી કરવામાં આવી રહી છે. પરંતુ કોઇને કોઇ કારણોસર મુસાફરોને રામભરોસે છોડવામાં આવી રહ્યાં છે. જેથી ડેપોમાં વારંવાર અનેક અનિચ્છનિય બનાવો બની રહ્યાં છે. સુરક્ષાના કોઇ પગલા ભરવામાં આવતાં લેભાગુ તત્વો અને પાકીટ-દોરા ખેચનાકા તત્વો બેફામ બની રહ્યાં છે.

ગાંધીનગરના એસ.ટી ડેપોમાં ફીટ કરાયેલા હાઇ ડેફીનેશનની કેપેસીટીના સીસી ટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયાં છે. કોઇ પણ જાતનું મોનિટરીંગ થતુ હોવાની ફરિયાદો ઉઠી છે. કારણ કે બસમાં ચઢતાં મુસાફરોના ગળામાંથી સોનાના દોરા અને પાકીટ ખેંચવાના વારંવાર બનાવો બની રહ્યાં હોવા છતાં કોઇ પણ પ્રકારના સુરક્ષાના પગલા ભરવામા આવતા નથી. આજે બપોરના સમયે વિજયનગરથી સાણંદ જતી એસ.ટી બસ ડેપોમાં આવી હતી. તેમાં બેસવા માટે ભેરે ધક્કામૂક્કી થવા પામી હતી. તેમાં વિસનગરની મહિલા મુસાફર બસમાં ચઢી રહ્યી હતી ત્યારે તેની પાછળ બે મહિલાઓ પણ ધક્કા મારતી બસમાં બેસવાના ડોળ સાથે વિસનગરની મુસાફરના ગળામાં હાથ નાંખ્યો હતો અને સોનાની માળા કેંચી હતી. જો કે તેમને ખ્યાલ આવી જતાં બુમાબુમ કરી મૂકી હતી. જેથી એસ.ટી ડેપોનો સ્ટાફ દોડી આવ્યો હતો અને દોરો ખેચતી 2 મહિલાઓને ઝડપી લીધી હતી.

ધક્કામૂકીનો લાભ લઇ ગળામાં હાથ નાંખ્યો વિજયનગરથીસાણંદ જતી એસ.ટી બસમાં ચડતી વખતે ભીડ હોવાના કારણે ધક્કામૂકી થવા માંડી હતી. જેનો લાભ ઉઠાવીને આરોપીઓ મહિલાએ પરીણીતાના ગળામાં હાથ નાંખીને સોનાની માળા ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાબતનો ખ્યાલ આવી જતાં પરીણીતાએ બૂમાબૂમ કરી હતી અને આરોપી મહિલાઓ રંંગે હાથ ઝડપાઇ ગઇ હતી.