તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • છે’ક ત્રીજા માળે પણ સડસડાટ ચઢી તાળુ તોડી તસ્કરો 1 લાખ ચોરી ગયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છે’ક ત્રીજા માળે પણ સડસડાટ ચઢી તાળુ તોડી તસ્કરો 1 લાખ ચોરી ગયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવિસનગર રોડ પર જીઇબી કચેરીની સામે આવેલા શીવમ ફ્લેટના ત્રીજા માળે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ 1.10 લાખની મત્તા ચોરી ગયા હતા. અંગે શહેર ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે .

જીઇબી કચેરીની સામે આવેલ શિવમ ફ્લેટમાં ત્રીજા માળે રહેતા દિલીપસિંહ બાબુભાઇ રાઠોડ ગત 14 જુલાઇના રોજ પરિવાર સાથે કામસર રાધનપુર ગયા હતા.દરમિયાન બંધ મકાનનો લાભ લઇને આવેલા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળુ અને નકુંચો તોડી અંદર પ્રવેશ્યા હતા.અહી રહેલો તમામ સામાન વેરવિખેર કરી તસ્કરો બેઠક રૂમમાં પડેલી તિજોરીનું તાળુ તોડી તેમાંથી રૂ 80 હજારની કિંમતના સોનાના 4 તોલાના દાગીના અને રોકડ રૂ 22 હજાર મળી કુલ રૂ 1.10 હજારની ચોરી ગયા હતા. સોમવારે સવારે પડોશીએ ફોન કરતા ઘરે પરત ફરેલા દિલીપસિંહે ચોરી થવા અંગે શહેર ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો હતો.જેમાં પોલીસે ડોગ સ્કવોડ ..અનુસંધાન 8પર

છે’ક ત્રીજા માળે

અનેએફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સાંકડા પગથિયા ધરાવતા શીવમ ફ્લેટમા ત્રીજા માળે ચોરી કરીને તસ્કરો બિન્દાસ પગથિયા ઉતરી જવાનો મુદ્દો સ્થાનીક રહીશોમાં ચર્ચાસ્પદ બન્યો છે .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો