Home » Uttar Gujarat » Mehsana District » Visnagar » વિસનગરની બે સોસા.ના રહીશોએ 3 ડસ્ટબિન ફરતે પાંજરું બનાવી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધ્યો

વિસનગરની બે સોસા.ના રહીશોએ 3 ડસ્ટબિન ફરતે પાંજરું બનાવી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધ્યો

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:16 AM

ભાસ્કર િવશેષ | યુવાનોએ સોસાયટીના ગેટ આગળથી 35 ટ્રેક્ટર કચરો ઉઠાવી જગ્યા સાફ કરાવી

  • વિસનગરની બે સોસા.ના રહીશોએ 3 ડસ્ટબિન ફરતે પાંજરું બનાવી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ શોધ્યો
    વિસનગરના કમાણા રોડ પરની મનસુરી અને રસપાર્ક સોસાયટીના ગેટ આગળ થતી ગંદકીને દૂર કરવા રહીશોએ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ગેટ આગળ પીંજરું બનાવી તેમાં મૂકેલી ડસ્ટબિનોમાં કચરો નાંખવા રહીશોનો સહયોગ માગતાં હાલમાં સોસાયટી આગળ ગંદકીની સમસ્યા હલ થઇ છે.

    શહેરના કમાણા રોડ પરની મનસુરી અને રસપાર્ક સોસાયટીના ગેટ આગળ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો કચરો નાંખતા હોવાથી ગંદકી સર્જાઇ હતી. જેની દુર્ગંધને કારણે રોગચાળાનો ભય રહેતો હતો. ગેટ આગળ થતી ગંદકીનો કાયમી ઉકેલ માટે સોસાયટીના યુવા મિત્ર મંડળે જેસીબીથી ગેટ તેમજ દીવાલે પડેલો 30થી 35 ટ્રેક્ટર કચરો દૂર કરાવ્યો, ત્યાર બાદ અહીં ત્રણ ડસ્ટબિન મુકી પીંજરું બનાવ્યું. હવે રહીશો તેમાં કચરો નાખવા લાગતાં સોસાયટી આગળ થતી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.

    સોસાયટીના રહીશ નિસારભાઇ વ્હોરાએ જણાવ્યું કે, સોસાયટીના યુવા મિત્ર મંડળે ગંદકી દૂર કરવા સોસાયટીની મિટિંગ બોલાવી રહીશોનો સહયોગ માગ્યો હતો. ગેટ અને દીવાલનો કચરો સાફ કરી ડસ્ટબિન મુકયા છે. પાલિકાનું ટ્રેક્ટર આવી અહીંથી કચરો ભરી જાય છે, જેના કારણે ગંદકી થતી નથી. પાલિકાને પત્ર લખી રોજ ડસ્ટબિનનો કચરો ઉપાડી લેવા જણાવ્યું છે.

    સોસાયટીના ગેટ આગળ ડસ્ટબિન લગાવતાં ગંદકી થતી નથી. ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ