અમદાવાદના 35 ભૂદેવો હાથમાં 21 ધજા સાથે વિસનગર આવી પહોંચ્યા

રાયપુર - ખાડિયા વિસ્તારનો આ સંઘ15 વર્ષથી અંબાજી જાય છે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Visnagar - અમદાવાદના 35 ભૂદેવો હાથમાં 21 ધજા સાથે વિસનગર આવી પહોંચ્યા
વિસનગરમાં એકલ દોકલ પદયાત્રીઓ સહિત અમદાવાદના શિવશક્તિ પગપાળા સંઘનું આગમન થતાં માર્ગો જય અંબે..ના નાદથી ગૂંજી ઊઠ્યા હતા. શહેરમાં ભાદરવા સુદ છઠ્ઠથી અગિયારસ સુધી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે.

અમદાવાદના રાયપુર-ખાડિયા વિસ્તારમાંથી 35 જેટલા ભૂદેવો અબોટીયા પહેરી હાથમાં (ધજા)ના 21 નિશાન સાથે વિસનગરમાં આવી પહોંચી શહેરની ઉમા બાવનની વાડીમાં રાત્રી રોકાણ કર્યું હતું. જ્યારે બે સ્થળોએ પધારમણી કરાઇ હતી. શિવશક્તિ પગપાળા સંઘના અગ્રણી જતીનભાઇ વ્યાસે જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી સંઘ અંબાજી જાય છે. સંઘે કર્ણમુક્તેશ્વર મહાદેવ સારંગપુરથી ભાદરવા સુદ એકમે પ્રયાણ કર્યું હતું અને નોમના દિવસે અંબાજી પહોંચી નિશાન અર્પણ કરાશે. સંઘમાં કુદરતને હાની થાય તેવી કોઇ વસ્તુનો વપરાશ કરાતો નથી એટલે ઇકો ફ્રેન્ડલી સંઘ કહેવાય છે.

સંઘે વિસનગર પહોંચી રાત્રી રોકાણ કર્યું હતું-ભાસ્કર

X
Visnagar - અમદાવાદના 35 ભૂદેવો હાથમાં 21 ધજા સાથે વિસનગર આવી પહોંચ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App