તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • ગ્રામ પંચાયત ચૂંટણી : પ્રથમ દિવસે વિસનગર તાલુકામાં 7 ફોર્મ ભરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ પંચાયત ચૂંટણી : પ્રથમ દિવસે વિસનગર તાલુકામાં 7 ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચાયતનું ચૂંટણીચિત્ર

મહેસાણાજિલ્લાના 10 તાલુકાની 406 ગ્રામ પંચાયતોની 8મી એપ્રિલે ચૂંટણી યોજવા શનિવારે ચૂંટણી પંચ દ્વારા વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં 406 સરપંચ પદ અને 3550 વોર્ડ સભ્ય માટે રસાકસીભર્યો જંગ જામશે. ચૂ઼ંટણી જાહેર થતાં ઇચ્છુકોનો ફોર્મ લેવા માટે ધસારો જામી રહ્યો છે. પ્રથમ દિવસે વિસનગર તાલુકાના કડા ગામમાંથી 1 સરપંચ અને 6 સભ્યો મળી 7 ફોર્મ ભરાયાં હતાં. બીજીબાજુ, તંત્ર ગ્રા.પં.સમરસ બને તેવા પ્રયાસોમાં લાગ્યું છે.

શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, જે 23 માર્ચ સુધીમાં ઉમેદવારોએ તેમનું ફોર્મ જે તે વિસ્તારના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. જ્યારે 24 માર્ચના રોજ ચકાસણી થશે અને 25 માર્ચે ફોર્મ પરત ખેંચી શકાશે. વિસનગર તાલુકાના 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પડતાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા અને પ્રથમ દિવસે કડા ગામમાંથી 1 સરપંચ અને 6 સભ્યો મળી 7 ફોર્મ ભરાયા હતા. રાજકીય પક્ષો પણ તેમના ટેકેદારો સરપંચપદે ચૂંટાય તે માટે કામે લાગી ગયા છે.

જિલ્લામાં 4,25,082 પુરૂષ અને 3,78,462 સ્ત્રી મતદારો ઉપરાંત બહુચરાજીના 12 પાવૈયા મતદારો મળી કુલ 8,03,565 મતદારો નોંધાયા છે. જિલ્લાના 1240 મતદાન મથકોમાં 7 હજાર ઇવીએમનો ઉપયોગ થશે.

દ્વારા યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને 97 મુખ્ય ચૂંટણી અધિકારી, 97 મદદનીશ ચૂંટણી અધિકારી, 6280 પોલીંગ સ્ટાફને જવાબદારી સોપવાની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મતદાન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લાના 1300 જેટલા પોલીસની જરૂર પડશે.

તાલુકો સરપંચ વોર્ડ

ખેરાલુ 33 282

વડનગર 30 264

સતલાસણા 20 180

વિસનગર 51 440

વિજાપુર 47 420

કડી 76 652

બહુચરાજી 29 242

જોટાણા 20 168

મહેસાણા 73 656

ઊંઝા 27 246

કુલ 406 3550

જાહેરનામુ પ્રસિદ્ધ | જિલ્લાની 406 પંચાયતોમાં સરપંચ અને 3550 વોર્ડ સભ્ય માટે ચૂંટણી

કડામાંથી સરપંચ અને 6 સભ્યો માટે ઉમેદવારી કરાઇ, 23 સુધી ફોર્મ ભરી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો