તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાંથી થયેલી ચોરી કેસમાં ફરાર આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | શહેરના આદર્શ સ્કુલ નજીક આવેલ ઉમા સેલ ડાયનેમા એન્ડ ઉમા બેટરી સેન્ટર નામની દુકાન ધરાવતા નિમેશકુમાર ભગવાનદાસ પટેલની દુકાનનું ગત 8 માર્ચના રોજ અજાણ્યા શખ્સોને તાળુ તોડી બાઇક, ગાડી, જીપ અને સોલાર લાઇટોની 30 બેટરી ચોરી જતાં મુદ્દે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં અગાઉ પોલીસે મહેસાણા ચાર રસ્તા વિસ્તારમાં આવેલ છાપરાંમાં રહેતા રાજેશકુમાર ઉર્ફે હરેશ બાબુભાઇ દેવીપૂજકની ધરપકડ કરી તેના છાપરાંમાંથી 30 બેટરીઓ કબજે લીધી હતી અને ચોરીમાં સુંશી ગામના દેવીપૂજક મહેન્દ્રભાઇ જ્યંતિભાઇનું નામ ખુલવા પામ્યું હતું. જ્યાં ફરાર દેવીપૂજક મહેન્દ્ર મહેસાણા ચાર રસ્તા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લઇ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો