તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • દૂધની થેલી દીઠ MRPથી એક રૂપિયો વધુ વસૂલે છે કરિયાણા પાર્લરવાળા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂધની થેલી દીઠ MRPથી એક રૂપિયો વધુ વસૂલે છે કરિયાણા-પાર્લરવાળા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમઆરપીથી વધુ નાણાં લેનાર વેપારી સામે દંડનીય કાર્યવાહી થઇ શકે : તંત્ર

કુલીંગ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ફરજિયાત વસૂલાય છે વધુ નાણાં

મહેસાણાશહેરમાં કરિયાણાની દુકાન હોય કે પછી પાર્લર. દૂધની થેલી ખરીદવા જાઓ ત્યારે તેના પર લખેલી એમઆરપી (વધુમાં વધુ કિંમત)થી 1 રૂપિયો વધુ લેવાતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

શહેરમાં દૂધની થેલી ખરીદનાર ગ્રાહકને મૂળ કિંમત કરતાં પણ 1 રૂપિયો વધુ આપવો પડી રહ્યો છે. શહેરના રાધનપુર રોડ, મોઢેરા રોડ હોય કે પછી વિસનગર રોડ, ટીબીરોડ સહિત તમામ વિસ્તારોની 20થી વધુ કરિયાણાની દુકાનો અને પાર્લરોમાં તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં દુકાનદારો દૂધની થેલી પર લખેલી એમઆરપીથી વધુ 1 રૂપિયો ગ્રાહકો પાસેથી વસૂલે છે અને જ્યારે તેમને બાબતે પૂછ્યું તો જવાબ હતો કે, ફ્રીઝમાં દૂધની થેલી રહેતી હોઇ વીજ બિલના ખર્ચ પેટે દૂધની થેલી દીઠ રૂ.1 વધુ લઇએ છીએ. જ્યારે ગ્રાહકોનું કહેવું છે કે, દૂધની એક થેલી સામે રૂ.1 વધુ ચૂકવતાં મહિને રૂ. 30નો ખર્ચ વધે છે. વેપારીઓ સાથે રકઝક પણ કરીએ છીએ, પરંતુ તેઓ કુલીંગ ચાર્જનો મુદ્દો આગળ ધરતાં મનેકમને પણ એક રૂપિયો વધુ ચૂકવવો પડે છે.

ફરિયાદો મળી છે, તે માર્ગે તપાસ વધારી છે

^દૂધનીથેલી પર એમઆરપીથી એક રૂપિયો વધુ લેવાતો હોવાની ફરિયાદો મળે છે અને સપ્તાહથી તે માર્ગે તપાસ પણ વધારી છે. રૂટિંગમાં પણ દુકાનોમાં ચેકિંગ કરતા હોઇએ છીએ અને એમઆરપીથી વધુ નાણાં લેતા હોય તે વેપારીને પેનલ્ટી કરી સરકારના નિયમ મુજબ ચલણ કે રિસિપ્ટથી દંડ વસૂલીએ છીએ. મળતી ફરિયાદો પર વધુ ધ્યાન આપીએ છીએ. > એન.એમ.રાઠોડ, તોલમાપઅધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો